વાંકાનેર: સરકારે બંધ કરેલ ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા વિધાર્થીઓએ આવેદન આપ્યુ.
સરકારના વિવિધ વિભાગોમાં આવતી ભરતી માટે લેવાતી પરીક્ષાઓ તથા ભરતી પ્રક્રિયાઓ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્થગિત કરી દેવામાં આવી છે. જે બાબતે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવાનિ માંગ સરકાર સુધી પહોચાડવાની રજૂઆત કરી હતી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે તો અમુક ભરતી પ્રક્રિયા એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં ફક્ત નિમણૂક આપવાની બાકી છે તો પણ સરકાર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અમુક ભરતી પ્રક્રિયા એવી છે કે જેમાં પરીક્ષાનું નોટિફિકેશન બહુ લાંબા સમયથી આવી ગયેલ હોય પરંતુ તેની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી નથી.
ગુજરાતમાં અંદાજે 40,000 જેટલી જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા અલગ અલગ કારણો સર સરકાર દ્વારા અટકાવી દેવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં આ પરીક્ષાઓની તૈયારી કરતા અંદાજે 15 થી 17 લાખ જેટલા ઉમેદવારો આજે બેરોજગારીના ઓછાયા તળે જીવી રહ્યા છે.
આ બાબતે વાંકાનેર ખાતે આજે આવી ભરતી પ્રક્રિયાની તૈયારી કરતા ઉમેદવારો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અટકી ગયેલ ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી, જે ભરતી પ્રક્રિયામાં માત્ર નિમણૂક આપવાની બાકી છે તેમા ઉમેદવારોને નિમણૂક આપી દેવી, જે પ્રક્રિયામાં પરીણામો જાહેર કરવાના બાકી છે તેના જાહેર કરવામાં આવે એવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જુઓ વિડિયો ….
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…