વાંકાનેર: આરોગ્યનગરના હરેશભાઈ અને સીંધાવદરના હસીનાબેનને હોસ્પિટલમાંથી રજા અપાઈ
વાંકાનેર: હવે દિવસે દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે વાંકાનેર પણ એમાંથી બાકાત નથી રહ્યુ. વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ કેસો ડબલ ફિગરમાં પહોંચી ગયા છે વાંકાનેર શહેરમાંથી નવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના 2 કેસ નોંધાયા છે.
વાંકાનેર વિસ્તારમાં નોંધાયેલા કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસમાંથી 2 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી જેમાં પ્રથમ કેસ જિતુભા ઝાલા અને બીજો કેસ ખેરવાના રવિરાજસિંહ ને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ ભટ્ટને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે એ જ રીતે આજે સોમવારે સિંધાવદર ગામના કાસમપરા વિસ્તારમાં રહેતા હસીનાબેન માણસિયાને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
વાંકાનેરમાં કુલ ૧૧ કેસમાંથી 4 કેસ સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 7 કેસ હજુ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળેલી માહિતી મુજબ આ સાતે સાત કેસની તબિયત એકદમ સ્થિર છે. તેઓને પણ થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.