Placeholder canvas

વાંકાનેર: પાંચદ્વારકા ગામની સીમમાંથી 3,95 લાખની કિંમતનો દારૂ પકડાયો

વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થયેલ વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાંચદ્વારકા ગામની સીમમાં દરોડો પાડીને બોલેરોમાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ 110 કિંમત રૂ. 3.95 લાખ તેમજ બોલેરો અને મોબાઈલ મળી કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દીપકભાઈ હિન્દુભાઇ પાંચિયા (જાતે ભરવાડ, રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી ધારાભાઈ ઝાલાભાઈ રાતળિયા ( જાતે ભરવાડ, રહે. પેડક વાંકાનેર) અને ફારૂક(રહે.થાન, જિ.સુરેન્દ્રનગર) ની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો