ધો.10ના વાંકાનેર ટોપ-૧૦માં ૧૬ વિધાર્થીઓ: જ્ઞાનગંગાના ૯, મોડર્ન વાંકાનેરના ૪, મોડર્ન પી.રાજના ૩ વિધાર્થી

વાંકાનેર આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયું આજે સવારથી વાંકાનેર ટોપ ટેન ના વિદ્યાર્થીઓની યાદી તમે ક્યારે પ્રસિદ્ધ કરશો તેવી પૂરા થવા લાગી હતી પરંતુ સવારના સમયમાં બોર્ડની વેબસાઈટ ખૂબ હોવાથી દરેક સ્કૂલ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જેના કારણે વાંકાનેર નું ટોપ ટેન બનાવવામાં થોડું મોડું થયું

ધોરણ 10 ના વર્ષ 2022ના વાંકાનેર ટોપ-૧૦ની વાતકરીએ તો આ વર્ષે વાંકાનેર ટોપટેનમાં માત્ર ત્રણ જ સ્કૂલના વિધાર્થીને સ્થાન મળ્યું છે, બાકીની અન્ય સ્કૂલોના કોઈ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી. આ વર્ષે વાંકાનેર ટોપટેનમાં કુલ ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે તેમાં જ્ઞાનગંગા સ્કૂલના ૯, મોડર્ન સ્કૂલ-વાંકાનેરના ૪ અને મોડર્ન સ્કૂલ-પીપળીયા-રાજના ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ટોપ થ્રીમાં ત્રણે-ત્રણ વિદ્યાર્થી જ્ઞાનગંગા સ્કૂલના છે.

ટોપ-૧૦માં પ્રથમ આવેલા વિદ્યાર્થીને 600 માંથી 578 માર્ક્સ મળેલ છે. જ્યારે દશમા ક્રમે આવેલ વિધાર્થીને 564 માર્ક્સ મળેલ છે. છઠ્ઠા સ્થાને બે વિદ્યાર્થીઓને, આઠમા સ્થાને ચાર વિદ્યાર્થીઓને અને નવમા સ્થાને ત્રણ વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો