Placeholder canvas

વાવાઝોડાએ તબાહી મચાવી: ઉત્તર ગુજરાત માટે હજુ 2 દિવસ ભારે…

બિપરજોય વાવાઝોડું મોડી રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયુ.અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો.ભુજ-માંડવી સહીત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાએ ગંભીર અસર પહોંચાડી હતી.ભુજ માંડવી સહીત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયુ હતુ.તો અનેક સ્થળોએ વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ પણ ધારાશાહી થયાં.તો ક્યાંક પેટ્રોલ પંપનાં છાપરાં પણ ઊડતો જોવા મળ્યા.

બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા.કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાના દરિયો ગાંડોતૂર બન્યો.તો ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.સાથે જ બિપરજોરના કહેરની કચ્છમાં શરૂઆત થતા એક બાજુ તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો.તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો હતો. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો હતો. એટલે કે એકસાથે ત્રણ-ત્રણ આફતનો કચ્છવાસીઓએ સામનો કર્યો. તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ જોવા મળ્યુ હતુ.

કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યુ હતુ.જેથી કરીને કોઈ જાનમાલની હાની ન થાય.તેમજ કચ્છ જિલ્લામાં આવેલી તમામ પવનચક્કી સદંતર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી હતી. મહત્વનું છે કે 17 તારીખ સુધી તમામ પવનચક્કી બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

બીપરજોય વાવાઝોડાની વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં.ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં હતા.રસ્તાઓ પર પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું.આથી લોકો ચિંતામાં મુકાયા હતા.તો ભુજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સૂનકાર છવાઇ ગયો હતો.આજે અને આવતી કાલે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી મચાવી શકે છે મહત્વનુ છે કે કચ્છ,દ્વારકા,જામનગર અને બનાસકાંઠા સહીત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ સમાચારને શેર કરો