Placeholder canvas

હળવદ: બે જમાઈઓએ મળીને સાસુ અને સાળીને ધોકાવી નાખ્યા

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મહિલા અને તેની પુત્રીને કોર્ટ મુદત પતાવી ઘેર પરત ફરતા સમયે બે જમાઈઓએ લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા બન્ને જમાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા શારદાબેન રમેશભાઇ વાઘેલા ઉ.40 નામના મહિલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે કે તેમની મોટી પુત્રી હેતલ અને નાની પુત્રી સમતાના લગ્ન ઇશનપુર ગામના લક્ષ્મણભાઇ નરશીભાઇ બાલાસણીયા તથા મહેશભાઇ નરશીભાઇ બાલસણીયા સાથે કરવામાં આવ્યા હતા પરંતુ બન્ને દીકરીઓને મનમેળ ન હોય બન્ને દીકરીઓએ હળવદ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો.

તેઓ ગઈકાલે શારદાબેન તેમજ તેમની પુત્રી હળવદ કોર્ટની મુદતે આવી હળવદમાં ખરીદી કરી પરત જુના વેગડવાવ ગામે જવા માટે દશામાના મંદિર પાસે રીક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે આરોપી બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બન્ને જમાઈ ધસી આવ્યા હતા અને કોર્ટ કેસ કેમ કર્યો તેમ કહી હવે તો તારી દીકરીને નહીં તને ઉપાડી જવી છે કહી શારદાબેનને લાકડાનો ધોકો ફટકારી સમતાબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો.બાદમાં શારદાબેને આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં બન્ને જમાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

આ સમાચારને શેર કરો