Placeholder canvas

વાંકાનેર: ગૌરવયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો નોહતો. -રાજભા ઝાલા

વાંકાનેર: ગઈકાલે વાંકાનેરમાં ભાજપને ગૌરવ યાત્રા આવી હતી અને તેમના રુટ બાબતે વાદવિવાદ થયો હતો, જેથી ઉપસ્થિત ઘણી બધી પબ્લિકે સાંસદ મોહનભાઈ કુંડારીયા વિરોધ હાય હાય ના નારા લગાવ્યા હતા. આ બાબતે ભાજપના વાંકાનેર વિધાનસભા સીટના સભા‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરી છે.

રાજભા ઝાલા શુ કહે છે ?

ગઈ કાલે વાંકાનેર મુકામે ભારતીય જનતા પાર્ટીની ગૌરવયાત્રા આવેલ આ યાત્રામાં અમુક લોકો દ્વારા આ યાત્રા પોતાની મનમાની કરીને પોતાની ઈચ્છા પ્રમાણે યાત્રાનો રુટ ઉપર લયી જવાની જીદ પકડતા આ યાત્રા અગાઉથી નક્કી કરેલા રુટ મુજબ ચલાવવામાં આવેલ અને પોતાની મનમાની નહીં ચાલતા ભાજપના નેતા ઉપર આ યાત્રાનો રુટ તાત્કાલિક ફેરવવા આવ્યો હતો તેવો આક્ષેપ શોસીયલ મીડીયા કરવામાં આવ્યો છે.

આ આક્ષેપ તદ્દન પાયા વિહોણો છે આ યાત્રાનો રુટ અગાઉથી નક્કી હતો અને તેની મંજૂરી મામલતદાર કચેરી પાસેથી અગાઉથી લેવામાં આવેલી હતી તે મંજૂરીમાં આ કહેવાતા રુટનો કોઇ ઉલ્લેખ નથી. આ ઉપરાંત આ યાત્રાના રુટની પ્રદેશ ભાજપ તરફથી જે નકશો આપવામાં આવેલ તેમાં વાંકાનેર શહેરમાં માત્ર એક જનસભા જ રાખવાનો ઉલ્લેખ છે. આ સિવાય કોઈ જગ્યાએ યાત્રાનો સ્ટોપ આપવામાં આવશે નહીં તેવી કડક સુચના પ્રદેશ ભાજપ તરફથી સ્થાનિક સંગઠનને આપવા આવી હતી.

આ આદેશ ના પાલન ના ભાગરૂપે અગાઉથી નક્કી થયા મુજબના રુટ ઉપર આ યાત્રા ચલાવવામાં આવેલ હતી તાત્કાલિક રુટમાં કોઈ ફેરફાર કરવામા આવેલ હોવાની વાત પાયા વિહોણી છે અને આ વાતની શાબીતી રુપે અમારી પાસે નિર્ધારિત રૂટની મંજુરી છે જેણે જોવી હોય તે જોઈ શકે છે, બાકી કોઈ ઉપર આક્ષેપ કરવો એ આજકાલ વાંકાનેરમાં ફેશન થયી ગયેલ છે.

આ સમાચારને શેર કરો