Placeholder canvas

મોરબી: સુપર માર્કેટમાં લુખ્ખાગીરી કરનાર સાત ટપોરીને પોલીસર ઉપાડી લીધા.

મોરબી : મોરબી સુપર માર્કેટમા વહેલી સવારે અભ્યાસ માટે આવતી દીકરીઓની સરા જાહેર છેડતીની ગંભીર ઘટનામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા મેદાને આવતા જ ગઈકાલે મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમે સાત લુખ્ખાઓને ઉપાડી લીધા હોવાનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાહેર કરી મોરબીમાં એક જ દાદો એ હનુમાન દાદો હોવાનું આગવા અંદાજમાં આજે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.

મળેલી માહિતી મુજબ ગઈકાલે મોરબીની સુપર માર્કેટમાં ગત તારીખ 18 એપ્રિલના રોજ બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ સીસીટીવી ફૂટેજમાં મોરબીનીમાં બહારગામથી અભ્યાસ માટે આવતી દીકરીઓની ચારથી પાંચ લુખ્ખાઓ સરાજાહેર રસ્તો આંતરિક છેડતી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોરબીના તમામ મીડિયાઓએ સવાલો ઉઠાવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તુરંત જ તીખી પ્રતિક્રિયા આપી હતી. પોતે ગાંધીનગરથી આવી સવારમાં સુપર માર્કેટમાં બનાવ સ્થળનું નિરીક્ષણ કરશે અને એક પણ લુખ્ખાને નહીં છોડવામાં આવે તેવું જાહેર કર્યું હતું.

આ ગંભીર ઘટનામાં મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમોએ પણ આ ગંભીરતા પૂર્વક સીસીટીવીનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ગત રાત્રે જ મોરબી અને ટંકારા પંથકના સાતેક લુખ્ખા અને ટપોરીઓને ઉપાડી લઈ બરાબર રીતે કાયદાનું ભાન કરાવ્યું હોવાનું મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જાહેર કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ તમામ ટપોરીઓના વાલીઓને પણ બોલાવી ઠપકો આપવામાં આવનાર હોવાનું આજે સુપરમાર્કેટની મુલાકાત દરમિયાન મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.

આ વાયરલ વિડિયો જુવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://facebook.com/699361195531426

આ સમાચારને શેર કરો