Placeholder canvas

ક્લાઈમેટ ચેન્જની અસર:15 દિવસ વાવણી મોડી થશે, પાછોત્રો વરસાદ પાણી પાણી કરી મુકશે.

જયા વરહશે આદ્રા ત્યા વરહ પાધરા : કિશોરભાઈ ભાડજા (આકાશ દર્શનના અભ્યાસુ)

ટંકારા તાલુકાના નેસડા ખાનપરના ખેડુત કિશોરભાઈ ભાડજા પોતાની કોઠાસુઝથી દર વર્ષે વરસાદની આગાહી કરે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર નામે ઓળખવામાં આવે છે.આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે.આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે.રોહણી નક્ષત્ર માલના ગાડાથી ઓળખાય છે.ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે.મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

2023ની સાલનુ વર્ષ કેવુ રહેશે એનું અનુમાન ચૈત્રસુદ પાંચમ તા 26-3-23 ને રવિવારની રાત્રે આપેલા ચિત્ર પ્રમાણે ખાદલી જોવા મળી હતી ચિત્રમા ખાદલી સમતોલમા છે આ જોતા વર્ષ સ્થિરતા વાળું કહેવાય વાવણી લાયક વરસાદ એટલેકે સાર્વત્રિક વાવણીનુ ચોમાસુ 15 દિવસ મોડુ થશે. ઓણુકા ચોમાસુ બે દિશામા આગળ વધી રહીયુ છે સારૂ અને નબળુ આ વર્ષે ચૈત્ર મહિનામા રાત્રે ઠંડી પડી જે ચોમાસાની નબળી નિશાની છે ગત વર્ષથી ઋતુ ચક્રમા મોટો ફેરફાર (પલટો) આવ્યો છે જેને વિજ્ઞાનની ભાષામાં ક્લાઈમેટ ચેન્જ કહે છે

આ વર્ષે ચિત્રમાં સૂર્યના રથથી મંગળનો રથ આગળ ચાલે છે તેથી અમુક અમુક વિસ્તારમા ખંડ વૃષ્ટિ થશે તો અમુક વિસ્તારમા અતિવૃષ્ટિ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા તા- 5 અને 6 જુન 2023 મા જુઝ વિસ્તારમા રોહિણી રેલાઈ. આદ્રા નક્ષત્ર બેસતા તા- 22 જૂન 2023 થઈ અમુક વિસ્તારમા વરસાદની શરૂઆત થશે આદ્રા નક્ષત્ર ઉતરતા તા- 29 જૂન થી સાર્વત્રિક વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમા જે વિસ્તારમા વરસાદની ખેંચ હશે ત્યાં આખું વર્ષ વરસાદી ખેંચ રહેશે જેથી આ રાઉન્ડ ઉપર વર્ષનો આધાર છે. ત્યાર બાદ પુનર્વસુ નક્ષત્રમા પણ વરસાદનો સારો રાઉન્ડ આવશે પુષ્પ નક્ષત્રમા તા- 29 જુલાઈથી વધુ એક રાઉન્ડ આવશે. આશ્લેસા નક્ષત્રમા તા- 7 થી 14 ઓગસ્ટ દરમિયાન મેધો મંડાશે. મધા નક્ષત્ર મા તા- 17 ઓગસ્ટથી ત્રણ દિવસ આકાશી અમિછાટણા વરહશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમા તા- 31 ઓગસ્ટ થી વરસાદ નો આઠ દિન અઠવાડિયુ હેત વરસાવશે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમા તા-15 સપ્ટેબર થી દહ દિવસનો રાઉન્ડ રહશે જેથી ઓણુકા પાસોત્રો વરસાદ બહુ સારો છે

આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંમપરા છે તેના ઉપરથી તારણ સંમભાવના શકયતાઓ દર્શાવી શકાઈ છે. છેલ્લા પાંચેક વર્ષની આગાહી સચોટ રીતે સાચી પડી છે. પરતું હવે શરૂઆતના દિવસોથી કલાઈમેટ ચેન્જ હવામાનમાં બદલવાની ભયંકર અસર વર્તાઈ રહી છે જે જીવસૃષ્ટિ માટે સારી વાત નથી બાકી બધું કુદરતી છે આ અનુમાન છે. આજ રીતે થાય એવું હુ નથી કહેતો -કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જી મોરબી મો નં 9586590601

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

https://www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/AMQuWn9434z6R0Ixht0DCa

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો