Placeholder canvas

રાજકોટ:સાધુવાસવાણી રોડ પર ગાળો બોલવાની ના પાડનાર મા-દીકરા પર પથ્થર-બોટલના ઘા કર્યા…

રાજકોટ: સાધુવાસવાણી રોડ પર ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી પારસભાઇ લાભુભાઇ પરમાર(ઉ.વ.21) ગઇકાલ તા.06/03 ના રાત્રીના તે અને તેમના કુટુંબીક ભત્રીજો કુલદિપભાઇ દિપકભાઇ બારૈયા બન્ને તેમના કવાર્ટરના ગેટ પાસે ઉભા હતા.ત્યારે બે માળીયા ક્વાર્ટરમાં 2હેતા સોહીલ રાજુભાઇ બહારથી બાઇક લઇને આવ્યો અને જોર જોરથી ગાળો બોલતો હોય અને જ્ઞાતિ પ્રત્યે અડધુત કરતો હતો.જેથી અમોએ તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ મારી સાથે ઝપાઝપી કરવા લાગતા આજુબાજુ માં માણસો ભેગા થઇ જતા અમોને વધુ માર મારવામાંથી છોડાવેલ હતા.

આ સોહીલ તેના મિત્ર સોહિલ બુકેરા,યુવરાજ ચૌહાણ અને એજાજ ઉર્ફે એજુ નાઓ રાડો પાડતા પાડતા આવ્યા અને યુવરાજ છુટા પથ્થરના ઘા કરવા લાગ્યો હતો. જેથી હુ ગેટ તરફ જતા સોહીલ રાજુભાઇ તેના હાથમાં રહેલ પ્લાસ્ટીકના ધોકાથી આડેધડ શરીરે મારવા લાગેલ તેમજ સોહીલ બુકેરા એ તેના હાથમા રહેલ છરી મને જમણા પગના સાથળના ભાગે મારી દીધેલ અને એજાજ ઉર્ફે એજુ છૂટી કાચની બોટલના ઘા કરતો હોય મને ડાબા પગના પજા ઉપર કાચ વાગેલ અને આ વખતે કુલદિપ તેમજ મારી માતા રેખાબેન વચ્ચે છોડાવવા પડતા કુલદિપ ને માથામાં મુઢમારની ઇજા થઈ હતી.

તેમજ મારી માતા ને ડાબા હાથની કલાઇ ઉપર તેમજ ડાબા ખભા ઉપર મુઢમારની ઇજા થયેલ છે અને આ વખતે વધુ માણસો ભેગા થઇ જતા અમોને વધુ માર માથી છોડાવ્યા હતા. આરોપીઓ જતા જતા કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે પરંતુ હવે પછી ફરીથી ગેટ પાસે વચ્ચે ઉભો રહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા આ લોકો ત્યાંથી જતા રહેલ હતા અને આ વખતે કોઇ એ 108 મા ફોન કરેલ હોય 108 આવી જતા અમોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ વીડિયો પણ જુવો…

આ સમાચારને શેર કરો