Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા.

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આજે કોરોના પોક્ઝીટિવ ના 13 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 5 દર્દી ડિસ્ચાર્જ થયાની સાથે એક્ટિવ કેસનો આંક 54એ પહોંચ્યો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1066 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 3 અને ગ્રામ્યના 9 અને માળિયા ગ્રામ્યના 1 દર્દી સહિત કુલ 13નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 5 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54 છે.

આ સમાચારને શેર કરો