Placeholder canvas

ડમ્પર ચાલકને અહીં ‘વોકળામાં માટી ઠલવતા નહીં’ કહેતા આધેડ પર ત્રણ શખ્સનો પાઈપથી હુમલો

રાજકોટ : કણકોટ પાસે વોકળામાં માટી ઠાલવતા ડમ્પર ચાલકને સમજાવવા ગયેલ વિરમભાઈ રાતડીયા પર ત્રણ શખ્સોએ પાઈપથી હુમલો કરી છોટા હાથીના કાચ તોડી આતંક મચાવ્યો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા.

આ બનાવની વધુ વિગત અનુસાર કણકોટના 25 વારીયા કવાર્ટરમાં રહેતા વિરમભાઈ મંગાભાઈ રાતડીયા (ઉ.55) ગત સાંજે પોતાના ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા રાહુલ, કાળા અને શૈલેષ નામના શખ્સોએ ઝઘડો કરી પાઈપથી હુમલો કરતા ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડયા હતા.

ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે અમારી શેરીમાં આવેલ વોકળામાં ડમ્પર ચાલક માટી ઠલવતો હતો જે વોકળો બુરાઈ ન જાય તે માટે મે તેમને કહેલ કે તું અહિં માટી નાખમાં જેથી ઉશ્કેરાયેલા ડમ્પર ચાલકે ફોન કરી અન્ય શખ્સોને રાહુલ, કાળા, શૈલેષ સહીતના શખ્સોને બોલાવી પાઈપથી હુમલો કર્યો હતો અને બાજુમાં પડેલી મારી છોટા હાથી ટેમ્પામાં પાઈપથી તોડફોડ કરી કાચ તોડી નાખી નાસી છુટયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ સીવીલે જઈ કાગળો કરી હુમલાખોરોની શોધખોળ આદરી હતી.

આ વીડિયો પણ જુવો….

આ સમાચારને શેર કરો