મોટીપીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં 6ના મોત,10 ઘાયલ.

પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં છ મોત નીપજ્યાં છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીભ અથડાતાં એમાં સવાર 6 લોકોનાં મોત નીપજ્યા હતા, તો 10 જેટલા લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
તો મૃતકોના પંચનામા કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોનાં નામ હજુ સુધી જાણી શકાયાં નથી.

