Placeholder canvas

બે સગાભાઇ બાખડયા: મોટાભાઈએ નાનાભાઈ અને તેની પત્ની ઉપર કર્યો હુમલો.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ગોકુલપુર-લતીપુર ગામમાં જમીનના શેઢા બાબતે નાના ભાઈ તેમની પત્ની ઉપર મોટાભાઈ, ભાભી અને ભત્રીજાએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓને અટક કરવા ની કાર્યવાહી હાથ ધરી છે.

ગોકુલપુર ગામમાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ સોઢીયા ઉ.42 નામના યુવક અને તેમની પત્ની સાથે ગામમાં હનુમાનજીના મંદીર પાસે રોડ ઉપરથી બાઈક લઈને જતા હતાં. ત્યારે મોટાભાઈ લખમણ બાબુભાઈ સોઢીયા, ભાભી ભાવનાબેન લખમણભાઈ સોઢીયા અને ભત્રીજા અર્જુન લખમણભાઈ સોઢીયાએ રોકીને કહેલ કે, અમારી જમીનનો શેઢો કેમ તોડ્યો છે. તેમ કહીને લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને નાનાભાઈ અને તેમની પત્નીને માર મારીને શરીરે ઈજા પહોંચાડી હતી અને અપશબ્દો બોલીને જતા રહ્યા હતાં. જે અંગેની નાનાભાઈએ પોલીસમાં ગુનો નોંધાવી છે. પીએસઆઈ પી.જી.પનારાએ તપાસ હાથ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો