JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે અને NEETની પરીક્ષા 26 જુલાઈએ લેવાશે
કોરોનાા વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ટાળવામાં આવેલી JEE (Main) અને NEETની પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ બંને પ્રતિસ્પર્ધી પરીક્ષાની તારીખની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ, JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરવામાં આવશે. બીજી તરફ, NEETની પરીક્ષા 26 જુલાઈએ આયોજિત કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયાના માધ્યમથી JEE (Main) અને NEETની પરીક્ષાની તારીખ જાહેર કરી. નિશંક છેલ્લા દસ દિવસથી સતત બીજી વાર સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના સ્ટુડન્ટ્સના સવાલ આપી રહ્યા હતા
કોરોનાના કારણે ટાળવામાં આવી હતી પરીક્ષા
JEE (Main)ની પરીક્ષા એપ્રિલમાં લેવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. બાદમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEETની પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી હતી. તેની સાથે જ સ્ટુડન્ટ્સને પરીક્ષા કેન્દ્ર ફેરફાર કરવાની પણ તક આપવામાં આવી હતી. એટલે જે સ્ટુડન્ટસ જ્યાં છે તેની આસપાસના કેન્દ્રમાં પરીક્ષા આપી શકે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…