અમદાવાદ બન્યું ભારતનું ‘વુહાન’ : છેલ્લા પાંચ દિવસમાં 100 લોકોનાં મોત
કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને : ગુજરાતમાં કુલ મૃત્યુના 73.30% માત્ર અમદાવાદમાં…
રાજ્યમાં કોરોના વાયરસેએ કહેર મચાવ્યો છે. કોરોનાના કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ શહેર-જિલ્લાની થઈ છે. અહીં તારીખ 4 મે સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 4076 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 234 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં પણ કુલ મૃત્યુનો આંક 319એ પહોંચ્યો છે જે પૈકીના 192 મોત છેલ્લા 10 દિવસમાં થયા છે.
આમ, કુલ મૃત્યુના 60 ટકા છેલ્લા 10 દિવસમાં જ નોંધાયા છે. હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં પણ દિવસેને દિવસે ગંભીર સ્થિતિ થઇ રહી છે. અમદાવાદમાં કુલ 234ના મૃત્યુ થયા છે અને તેમાંથી 68.80% છેલ્લા 10 દિવસમાં જ થયેલા છે.
છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 122 જ્યારે અમદાવાદમાંથી 100 વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ ઉપરથી કોરોનાની ઘાતકતાનો અંદાજ મેળવી શકાય છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી નોંધાયેલા કુલ મૃત્યુના 73.30% માત્ર અમદાવાદમાં જ છે. છેલ્લા 10 દિવસની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાત અને અમદાવાદમાં પણ મૃત્યુઆંકમાં પાંચથી છ ગણો વધારો થયો છે.
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા મોત
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા મોત મુજબ 25મી એપ્રિલ 04, 26મી એપ્રિલે 18, 27મી એપ્રિલે 5, 28મી એપ્રિલે 19, 29મી એપ્રિલે 14, 30મી એપ્રિલે 15, 1 મેના રોજ 16, 2 મેના રોજ 20, 3 મેના રોજ 23, 4 મેના રોજ 26 મોત થયા છે. આમ 10 દિવસમાં અમદાવાદમાં 160 મોત થયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…