વાંકાનેર: રૂપાવટી ગામે પોલીસની ફરજમાં રુકાવટ કરનાર 3 સામે ફરિયાદ

વાંકાનેર : રૂપાવટી ગામમાં રાજ્યસેવકની ફરજમાં રુકાવટ કરતાં 3 શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગત તા. 3ના રોજ રૂપાવટી ગામમાં રહેતા દિનેશભાઇ મેરામભાઇ ગાંગાણી એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગામમાં દુકાનો ખુલ્લી રાખી તમાકુનુ વેચાણ ચાલુ હોય તેવી ફોનથી જાણ કરવામાં આવેલ હતી. જેના આધારે ગામમાં તપાસ કરતા દુકાનો ખુલ્લી ન હતી. જેથી, રાજ્યસેવક દિનેશભાઇના ઘરે જતા દિનેશભાઇ તથા તેના ભાઈઓ વિક્રમભાઇ (ઉ.વ. ૨૩) અને ભવાનભાઇએ ફરિયાદી વનરાજસિંહ અભેસિંહ ઝાલા (પો.કોન્સ., વાંકાનેર તાલુકા) તથા તેમની સાથે ગયેલા કીશનભાઇ ધીરૂભાઇ તથા વીશાલભાઇ સુભાષભાઇ સાથે ઝપાઝપી કરી વાંસામાં ઢીકા મારી મુંઢ ઇજા પહોચાડી હતી. આમ, આરોપીઓ દિનેશભાઇ, વિક્રમભાઇ અને ભવાનભાઇએ પોલીસ ટીમ એ ફરજ બજાવતા અટકાવવાના ઇરાદાથી મારામારી કરતા તેઓ સામે ગઈકાલે તા. 4ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો