માળીયામાં હોટલે ચા પીધા પછી રૂપિયા નહીં આપતા હથિયાર સાથે મારામારી.
માળીયા મિયાણાંમાં આવેલ આશીષ હોટલની સામે રિયાઝભાઈ અલ્યાસભાઈ સખાયાની ચાની હોટ્લ પર ચા પીવા માટે આવેલા બે ભાઈઓએ ચા પી લીધા પછી રૂપિયા ન આપતા હોટલ મરી ગયો રૂપિયા માંગતા સહશસ્ત્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં છરી અને ધારિયા વડે મારામરી થતા બે વ્યક્તિઓને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મળેલ માહિતી મુજબ માળીયા મિયાણા ગામે ચાની હોટલ ધરાવતા રીયાઝભાઇ ઇલ્યાસભાઇ સખાયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે સવારે તેમની હોટલ ખાતે નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી તથા સમીર જાનમામદભાઈ સામતાણી રહે. બન્ને રાખોડીયા વાઢ વિસ્તારવાળા ચા પીવા આવ્યા હતા અને ચા પીધા બાદ તેમના ભાઈ મહેબુબભાઇએ બન્ને પાસે ચા ના પૈસા માંગતા ગાળો આપી પૈસા નથી કહ્યું હતું. જેથી બન્ને શખ્સોને ગાળો બોલવાની ના પાડતા મહેબુબભાઇને છરી નો એક ઘા ડાબા પડખામા મારી ઇજા કરી હતી તેમજ રિયાઝભાઈને માથામા છરીનો એક ઘા મારી લોખડના સળીયા મારમારી પાસળીમા ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માળીયા પોલીસે રીયાઝભાઇ ઇલ્યાસભાઇ સખાયાની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે સામાપક્ષે નિજામભાઈ જાનમામદભાઈ સામતાણીએ રિયાઝભાઈ ઇલ્યાસભાઈ સખાયા તથા મહેબુબભાઈ ઇલ્યાસભાઈ સખાયા રહે બન્ને રાખોડીયા વાઢ વિસ્તાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે રિયાઝભાઈની હોટલ ચા પીધા બાદ પૈસા નથી તેમ કહેતા જેમ ફાવે તેમ ગાળો બોલી રિયાઝભાઈ અને મહેબૂબભાઈએ લુખ્ખાઓ ચા પીવા પૈસા વગર આવી જાવ છો તેમ કહેતા ગુસ્સો આવતા તેમને છરી કાઢી મહેબૂબભાઈને મારી દેતા રિયાઝભાઈ હોટલમાથી ધારીયુ લઇ આવી માથામા ધારીયાના ઘા મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે નિજામભાઈની ફરિયાદને આધારે બન્ને ભાઈઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.