Placeholder canvas

વાંકાનેર; એરિંગ લેવા બજારમાં જવાનું કહીને ગયેલી યુવતી પાછી જ ન આવી

વાંકાનેર ખરીદી કરવા આવેલી હળવદમાં રહેતી યુવતી પોતાની ભાભી સાથે આવી, એરિંગ લેવા બજારમાં જવાનું કહીને ગયેલી યુવતી પાછી જ ન આવતા, તે લાપત્તા થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડ હરેશભાઇ રાતડીયાવાળાની દુકાન પાસે સોનલબેન લાલાભાઇ પેથાભાઇ સેફાત્રા (ઉ.વ. 22, રહે.ખેતરડી, તા.હળવદ) પોતાના ગામ ખેતરડીથી વાંકાનેર પોતાની ભાભી સાથે હટાણુ કરવા આવેલ હોય અને સીટી સ્ટેશન રોડ પરથી બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ભાભીને પોતે બુટીયા લેવા મેઇન બજારમાં જવાનુ કહીને ગયેલ હતી. ત્યારબાદ પરત નહિ આવતા અને શોધખોળ કરવા છતા આજદિન સુધી મળી આવેલ ન હોવાથી તેના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો