મોરબી: એક માથાભારે શખ્સ પાસામાં સુરત લાજપોર જેલ હવાલે

મોરબી: મારામારી, લુંટ અને અપહરણના ગુન્હાના આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે ધકેલી મોરબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળેલ માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબીમાં અવારનવાર મારામારી, લુંટ તથા અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામા રહે. મોરબી સીપાઇવાસ, જમાદાર શેરી વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ એ પાસા મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા નદીન ઉર્ફે બુધો ને અટક કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે

આ સમાચારને શેર કરો