Placeholder canvas

ગુજરાતમાં કોરોનાના XE વેરિયેન્ટનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો.

ગુજરાત બાયો ટેક્નોલોજી લેબોરેટરી દ્વારા કેસ કન્ફર્મ કરાયો: હવે વધુ ચકાસણી માટે પૂના લેબને સેમ્પલ મોકલાયું: ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવાનું શરૂ…

ગુજરાતમાં કોરોનાને વિદાય આપવાની તૈયારી છે ત્યાં જ આ વાયરસના નવા સર્જાયેલા એક્સઈ વેરિયેન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હજુ ગઈકાલે જ કેન્દ્ર સરકારે દેશના અનેક રાજ્યોને કોરોનાના કેસ વધ્યા તે અંગે નવી એડવાઈઝરી મોકલી હતી તે વચ્ચે મુંબઈમાં એક્સઈ વેરિયેન્ટનો એક કેસ નોંધાયો હતો અને હવે ગુજરાતમાં આ એક કેસ વડોદરામાં નોંધાયો છે.

જો કે સરકારે હજુ તે એક્સ ઈ વેરિયેન્ટ હોવાની પુષ્ટિ કરી નથી અને પુના ખાતેની લેબોરેટરીમાં તેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જો કે આ કેસ કન્ફર્મ કરાયો છે અને તે અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. આ વ્યક્તિ વડોદરાના ગોત્રી વિસ્તારનો હોવાનું ખુલ્યું છે. હવે તેની ટ્રાવેલ હિસ્ટરી તપાસવામાં આવી રહી છે.

એક્સ ઈ વેરિયેન્ટ એ કોરોનાના અગાઉના તમામ વેરિયેન્ટ કરતાં દસ ગણો વધુ સંક્રમિત હોવાનું અને તે હાઈબ્રિડ વેરિયેન્ટ હોવાનું જાહેર થયું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં આ વેરિયેન્ટના 600થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના બીએ.1 અને બીએ.2 બન્નેના સંયુક્ત તેવું આ વેરિયેન્ટ હોવાનું પણ જાહેર થયું છે.

જો કે રાજ્ય સરકારે હજુ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. મુંબઈના વેરિયેન્ટ અંગે પણ કેન્દ્ર સરકાર ચુપકીદી સાધી રહી છે. વડોદરાના કેસમાં વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું માનવામાં આવે છે અને સરકાર આ કેસને વધુ ગુપ્તતાથી હેન્ડલ કરી રહી છે. કોરોનાના નવા વેરિયેન્ટમાં ખાંસી અને તાવ જેવાં સામાન્ય લક્ષણ ઉપરાંત તે ફેફસાં સુધી પહોંચી શકે છે તેવી પણ શક્યતા દર્શાવાઈ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો