Placeholder canvas

“DGP’s Commendation Disc-2020” નો એવોર્ડ હડમતીયાના વતની કે.ટી. કામરીયાને એનાયત

ગાંધીનગર‌ પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહ “DGP’s Commendation Disc-2020” નો એવોર્ડ નાયબ પોલિસ અધિક્ષકશ્રી કે.ટી. કામરીયાને એનાયત કરવામાં આવ્યો

ગુજરાત રાજ્યનાં પોલિસ વડા ડીજીપી આશિષ ભાટીયા ખુદ પ્રશંસાના પુષ્પો સાથે કે.ટી. કામરીયાને એવોર્ડ અર્પણ કરતા હસતા મુખે બોલી ઉઠ્યા હોય કે ” હવે કોઈ બાકી રહ્યા છે એવોર્ડ મેળવવાના..? ” ત્યારે ખુદ ગુજરાત રાજ્યના ડીજીપીની પ્રશંસાની ટકોરથી પોલિસફોર્સમાં વધું કામગીરી કરવાની પ્રેરણા મળતી હોય છે

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, વર્ષ- 2020 માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ કમીટી દ્વારા “DGP’s Commendation Disc” માટે આ એવોર્ડ એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તા. 8/4/2022 ના રોજ કલાકઃ 3-30 વાગ્યાથી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે નવા વિદ્યાભવન, ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલ હતું. જેમા ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ હાલ સ્ટેટ મોનિટરીંગ સેલના નાયબ પોલિસ અધિક્ષકશ્રી અને સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના વતની કે.ટી. કામરીયાને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ કમિટી દ્વારા પસંદગી કરાતા રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા સાહેબના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો