Placeholder canvas

આચાર્ય લોકેશજીએ ‘વિજ્ઞાન,ધર્મ અને દર્શનની 8મી વિશ્વ સંસદ’ને સંબોધન કર્યું

ધર્મનો વિકાસ, શાંતિ અને સદભાવના સાથે ઊંડો સંબંધ છે – આચાર્ય લોકેશ

પુણેની MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ત્રણ દિવસની ‘વિજ્ઞાન, ધર્મ અને દર્શનની 8મી વિશ્વ સંસદ’નું વિશ્વ શાંતિ દૂત  આચાર્ય લોકેશજીએ પ્રથમ સ્ત્રનું સંબોધન કર્યું. આ સંસદ માનવજાતિની ભલાઈ માટે વિજ્ઞાન, ધર્મ અને દર્શનનાં એકીકરણ પર આધારિત છે.  આ તકે આયોજક અને એમ.આઈ.ટી વિશ્વ શાંતિ વિશ્વ વિદ્યાલયનાં સંસ્થાપક અધ્યક્ષ ડૉ. વિશ્વનાથ ડી. કરાડ, એસ. વ્યાસાનાં સંસ્થાપક પદ્મશ્રી ડૉ. એચ. આર. નગેન્દ્ર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પીકિંગ ટ્રીનાં એસોસિયેટ એડિટર શ્રીમતી નારાયણી ગણેશ, ન્યુરો સર્જરી સંજીવનનાં નિર્દેશક શ્રી દીપક રાનાડે, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં કુલપતિ પ્રો. શ્રીનિવાસા વારાખેડીએ સભામાં રહેલા લોકોને સંબોધિત કર્યું.

આચાર્ય લોકેશજીએ ‘વિજ્ઞાન, ધર્મ અને દર્શનની 8મી વિશ્વ સંસદ’નું વિશ્વ શાંતિ દૂત  આચાર્ય લોકેશજીએ પ્રથમ સ્ત્રનું સંબોધન કરતાં કહ્યું કે, “ભારત દેશનાં લોકો આસ્થિક છે. ભારતની 125 કરોડની આબાદી કોઈ ન કોઈ ધર્મમાં માને છે. અહીંયા દરરોજ કરોડો લોકો મંદિર,મસ્જિદ,ચર્ચ,ગુરુદ્વારામાં જાય છે. આવામાં જો ધર્મગુરુ સાચી દિશામાં નિર્દેશો આપે તો મોટું પરિવર્તન આવી શકે છે. પર્યાવરણ પ્રદૂષણ અને વૈચારિક પ્રદૂષણ બંને ખતરનાક છે જો ધર્મગુરુઓ ઈચ્છે તો આ બંનેનો સંપૂર્ણપણે નાશ કરવા પાછળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જે કામ સરકાર કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ નથી કરી શકતી તે ધર્મગુરુઓ કરી શકે છે. ધર્મ એકબાજુ સમાજને સંગઠિત કરે છે તો બીજીબાજુ વિકાસ તથા સમૃદ્ધિનો માર્ગ પણ બતાવે છે.”

એસ-વ્યાસાનાં સંસ્થાપક પદ્મશ્રી ડૉ. એચ. આર નગેન્દ્રએ કહ્યું કે, “યોગથી વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસની સાથે સાથે માનસિક સક્રિયતા પણ આવે છે. જેથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે છે અને તેમને રચનાત્મક, સર્જનાત્મક પ્રેરણાની પ્રાપ્તિ થાય છે.”

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પીકિંગ ટ્રીનાં એસોસિયેટ એડિટર શ્રીમતી નારાયણી ગણેશે કહ્યું કે, “ધ્યાન અને યોગને રોજબરોજની જીવનશૈલીમાં સમાવિષ્ટ કરવું જોઈએ. તેનાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે અને વ્યક્તિગત,પારિવારિક અને સામાજિક જીવનમાં સંતોષ, સૌહાર્દ અને શાંતિ આવે છે.”

કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં કુલપતિ ડૉ. શ્રીનિવાસા વારાખેડીએ જણાવ્યું કે, ” ધર્મ અને સાંપ્રદાય માનવતાની શિક્ષા આપે છે. આજના યુવાનોને સાચી દિશા દેખાડવી આવશ્યક છે. તેમને દેશહિત માટે કામ કરવાની પ્રેરણા આપવી આવશ્યક છે. હિંસાનાં માર્ગ પર ચાલવાથી તેમનું, સમાજનું કે રાષ્ટ્રનું ભલું નહિ થાય.

એમ.આઈ.ટી. વિશ્વ શાંતિ વિશ્વવિદ્યાલય કે સંસ્થાપક અધ્યક્ષ ડૉ. વિશ્વનાથ ડી. કરાડે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. કાર્યક્રમનાં અંતમાં એમ.આઈ.ટી.નાં યુનિવર્સિટીનાં. પ્રો. ડૉ. રેખા સુગંધીએ આભરવિધિ કરી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો