વાંકાનેરમાં દારૂની ડિલિવરી કરવા આવેલ કારચાલક ઝડપાયો
વાંકાનેર : ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે કવીડ કારમાં 300 લીટર દેશીદારૂ લઈને નીકળેલા મૂળ ચોટીલાના પાંચવડા ગામના શખ્સને ઝડપી લઈ રૂપિયા બે લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વાંકાનેર તાલુકાના મેસરીયા ચેકપોસ્ટથી પોલીસે મૂળ ચોટીલા તાલુકાના પાંચવડા ગામના અને હાલ રાજકોટ ભગીરથ સોસાયટીમાં રહેતા દીનેશભાઇ રાઘવભાઇ મેટાળીયા ઉ.વ-૩૫ને રેનોલ્ડ કંપનીની ક્વીડ મોડલનની કાર રજી.નંબર GJ-03-KP-5711માં દેશીદારૂ જેવા પ્રવાહી કિંમત રૂપિયા 6000 અને કાર કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા 2,06000નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.