skip to content

વાંકાનેર: હાઇવે ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા સર્કલ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા સર્કલ પાસે રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કાનજીભાઇ સીતાપરા ઉ.વ.૩૮ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ચોટીલા તરફથી આવતા ટ્રક નં.MH-18-BG-3837ના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચવાથી રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ જશુભાઇ કાનજીભાઇ સીતાપરાએ ટ્રક નં.MH-18-BG-3837ના ચાલક બાજીરાવ રામરાવ જાધવ ઉ.વ ૩૦, રહે- બોધારે તા- ચલીસગોન જી-જલગાવ મહારાષ્ટ્ર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો