Placeholder canvas

ગુજરાતીઓ સ્વેટર કાઢી રાખજો અને રેઇન-કોટ મુકી ન દેશો : વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટી આગાહી…

માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, ઉત્તર-મધ્ય ગુજરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલ પટેલે 48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવ્યું છે અને નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી આગાહી કરતા આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે, સાથે જ 1 અને 2 ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યું છે.

આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશેઃ અંબાલાલ

ગુરુવારે પણ રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.. ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 1 એમએમથી લઇને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હાલ કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે, રાજ્યમાં ઠંડા મોસમી પવનોને કારણએ અનેક જિલ્લાઓમાં ફુલ ગુલાવી ઠંડીની અસર વર્તાઈ રહી છે. તેવામાં અગાઉ પડેલા માવઠાના લીધે ઠંડીમાં વધારો થયો છે, વરસાદ સાથે ઠંડો પવન ફુકાંતા રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચો જોવા મળી રહ્યો છે.

કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે.

આ સમાચારને શેર કરો