વાંકાનેર: ખીજડિયાના ખેતમજૂરની દીકરી રાષ્ટ્રિકક્ષાએ ક્રિકેટમાં પોતાનું કૌવત બતાવશે.
એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર ની વિદ્યાર્થીની ની અંડર 17 ટેનિસ ક્રિકેટ ની નેશનલ ટીમ માં પસંદગી.
ગત સપ્ટેમ્બર માસમા ગુજરાત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અંડર 17 રાજ્યકક્ષા ટેનિસ ક્રિકેટની પ્રતિયોગીતાનું આયોજન જામનગર મુકામે કરવામાં આવેલ. જેમાં મોરબી જિલ્લાનીની ટીમમાંથી ઝાલા અલ્પા સુરેશભાઈએ રમતમા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતાં તેમની પસંદગી નેશનલ કક્ષાની ટીમમાં થઈ છે.
તે હવે પ્રિ નેશનલ કક્ષાના કેમ્પમાં જામનગર ખાતે તારીખ 30.11.2019 થી 14.12.2019 સુધી ભાગ લઈ. આગામી 17 ડિસેમ્બર,2019 થી 21 ડિસેમ્બર,.2019 દરમિયાન મધ્યપ્રદેશના મંદસોંર જિલ્લાના પીપરીયા મંડી મુકામે રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
ઉપરોક્ત સિદ્ધિ મેળવી શાળાની યશકલગીમાં વધારો કરવા બદલ ટ્રસ્ટ મંડળ અને શાળા પરિવારે ખેલાડી ઝાલા અલ્પાને તેમજ વ્યાયામ શિક્ષક જે.એમ.વડાવીયાને બિરદાવ્યા છે.
આ તકે મોરબી રમતગમત અધિકારી પ્રવીણાબેન પાડાવદરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકીયા,જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળ ના પ્રમુખ બાબુભાઇ હૂંબલ, વાંકાનેર રમતગમત કન્વીનર અશોક પટેલ તથા જિલ્લાના રમતગમત પરિવારના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી શુભકામના પાઠવેલ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…