skip to content

પહેલા નોરતાથી ગુમ થયેલા મુંબઇનાં એન્જિનિયરની હળવદ પાસેથી લાશ મળી

હળવદના સૂર્યનગર ગામ નજીક બ્રહ્માણી ડેમ 2માંથી કોથળામાં ગોદળામાં વીંટાયેલી લાશ મળી છે. પોલીસને આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. આ લાશ એક વૃદ્ધ વ્યક્તિની હતી જેનાં પેન્ટાનાં ખિસ્સાંમાંથી મુંબઇની એરોપ્લેન ટિકિટ મળી આવી હતી. જેના પરથી ખુલ્યું કે, આ મૃતક મુંબઇનાં ગુમ થયેલ એન્જિનિયર છે. આ મૃતદેહ પાસેથી હાથ રૂમાલ, ઘડિયાલ અને ચશ્મા પણ મળી આવ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, તેમની પાસેથી મળેલી એર ટિકિટ પરથી એજન્સીમાં તપાસ કરતાં આ ટિકિટ રિયા ટુર ટ્રાવેલ્સમાંથી બુક થઇ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતાં આ મૃતક દિપકભાઇ અમૃતભાઇ પંચાલ કે જે 59 વર્ષનાં હોવાનું સામે આવ્યું છે. તેઓ 29 સપ્ટેમ્બરનાં એટલે કે પહેલા નોરતાથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. તેમના ગુમ થવાની ફરિયાદ તેમના મોટા ભાઇએ અંઘેરી પોલીસ સ્ટેશનમાં નોંધીવી હતી. તેઓ મુંબઇ એર ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે કાર કરતાં હતાં.

આ દુર્ઘટનાની જાણ કરતાં મૃતકનાં પરિવારજનો હળવદ આવી પહોંચ્યાં હતાં. પોતાનાં પરિજનની ઘડિયાળ અને ચશ્માને ઓળખીને મૃતકની ઓળખ કરી હતી. મૃતકનાં મૃતદેહને ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી દેવામાં આવી હતો. આ વ્યક્તિ મુંબઇથી હળવદ કઇ રીતે અને કેમ આવ્યાં તે પાછળનાં કારણો પોલીસ શોધી રહી છે. આ અંગેની વધુ તપાસ હવે મુંબઇ પોલીસ કરશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો