skip to content

રંગીન મિજાજી સરકારી અધિકારી પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપાયા

વૈવાહિક જીવનમાં સબંધો વિશ્વાસ પર ટકે છે છત્તાં અનેક વખત પતિ-પત્ની વિશ્વાસ તોડતા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ક્લાસ-2 અધિકારીની પત્નીએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે હોટલના બંધ રૂમમાં રંગરેલિયા મનાવતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સરકારી અધિકારીની પત્નીએ પોતના પતિની કરતૂત પકડવા માટે સરકારની જ અભયમ ટીમની મદદ લીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરાના નર્મદા ગેસ્ટહાઉસમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા સરકારી અધિકારી આદિત્ય દેસાઈ સુરતથી આવેલી તેમની પ્રેમિકા સાથે અંગત પળો માણી રહ્યા હોવાની જાણ તેમની પત્નીને થઈ ગઈ હતી. જે બાદ પત્નીએ પોતાના પતિની કરતૂતનો પર્દાફાશ કરવા માટે યોજના બનાવી અને અભયમની ટીમની મદદથી ગેસ્ટ હાઉસમાં પહોંચી હતી. જ્યાં પ્રેમિકા સાથે અંગત પળો માણી રહેલા અધિકારી પોતાની પત્નીને જોતાં સ્તબ્ધ થઈ ગયો હતો.

આ દરમિયાન અધિકારી અર્ધ નગ્ન હાલતમાં પકડાયો હતો, જ્યારે પ્રેમિકા પણ બાથરૂમમાં છુપાઈ ગઈ હતી. જે બાદ સરકારી અધિકારીને પત્નીએ પોતાના પતિનો ઉધડો લેતા આખુ ગેસ્ટ હાઉસ માથે લીધુ હતું. આખરે સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બાબતે ગોત્રી પોલીસ મથકમાં પત્નીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો