વાંકાનેર: વસુંધરા ગામ પાસે મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
By દિલીપભાઈ લોખીલ – જલસીકા
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામ પાસે મચ્છુ નદીમાં આવેલો પુલ ગઈકાલે વરસાદમાં નદીમાં વધુ પાણી આવતા તૂટી ગયો છે.
મળેલી માહિતી મુજબ ગઇકાલે ભારે વરસાદના કારણે નદીમાં પુર આવ્યું હતું આ પૂરના પાણીમાં વસુંધરા થી જાલસીકા અને જાલીડા જવા માટેનો પૂલ પાણીમાં ધોવાઇ ગયો છે.
આ પુલ તૂટી જવાથી હાલ વસુંધરાનો જાલસીકા અને જાલીડા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ગામમાં અરસ પરસ કામકાજના વહેવારો હોય તેમ જ સામાજિક કામો અને ખેતીવાડીમાં કામેં જવા માટે આ પુલ પરથી પસાર થવાનું રહેતું હતું આ પુલ તૂટી જવાથી અને હાલમાં નદીમાં પાણી પણ વધુ હોવાથી અહીંથી પસાર થવું મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Gz7NiqCuzYCFetElwlWcjf
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0010__01-1024x768.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/09/IMG-20210914-WA0009__01__01.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)