Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબામાં ગણપતિ મહોત્સવમાં જીતુભાઈ સોમાણીનું સન્માન કરાયું

By મયુર ઠાકોર – વાંકાનેર
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગણપતિ મહોત્સવમાં વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ હાજરી આપી.

સમસ્ત અરણીટીંબા ગામ આયોજિત ત્રી દિવસીય ગણપતિ મહોત્સવમાં અંતિમ દિવસે સમસ્ત ગામજનોના આમંત્રણને માન આપી વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ હાજરી આપી હતી, જેમાં સમસ્ત ગામ દ્વારા તેમનું સામૈયા કરી વાજતે ગાજતે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહાઆરતી જીતુભાઈ સોમાણી દ્વારા ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે અરણીટીંબા ગામના અગ્રણી પી.ટી રાણા, દિલીપસિંહ રાણા, અવચરભાઈ ડાભી તથા વાંકાનેરથી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી નગરપાલિકા સદસ્ય બ્રિજરાજસિંહ રાણા, રાજગોર સમાજના અગ્રણી તેમજ પૂર્વ નગરપાલિકા સદસ્ય ગૌતમભાઈ ખાંડેખા, રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપ પ્રમુખ અમિતભાઈ સેજપાલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Gz7NiqCuzYCFetElwlWcjf

આ સમાચારને શેર કરો