વાંકાનેર: મહિકા ગામે મચ્છુ નદીમાંથી પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મહિકા ગામે નદીના પટ્ટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને જીણવટભરી તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ મચ્છુ નદીના પટ્ટમાંથી અજાણ્યા યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળ્યો છે. હાલના તબબકે બનાવનું સાચું કારણ કે મૃતકની ઓળખ મળી નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો