Placeholder canvas

હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે…

હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે એક નવો અભ્યાસક્રમ ફ્રેમવર્ક બહાર પાડ્યો છે. મંત્રાલયે કહ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, તેનાથી વિદ્યાર્થીઓની સમજ અને કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની બે તક મળશે. તેમજ 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતની હશે.

આ સમાચારને શેર કરો