Placeholder canvas

ટંકારા: હડમતિયા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન-૩નું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું…

ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન -૩ નું આજે થયેલ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.

ગત 14 જુલાઇ શુક્રવારના દિવસે શ્રીહરિકોટાથી સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩ પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર માટે ઉડાન ભર્યું હતું. જે આજે તા. ૨૩/૮/૨૦૨૩ ના રોજ ચંદ્રની સપાટી પર ઉતરવાનું હોય. આ અદભુત ક્ષણ જોવા માટે શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા અને કુમાર શાળા તેમજ એમ.એમ. ગાંધી વિધાલયના વિધાર્થીઓ અને કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા , કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, એમ.એમ. ગાંધી વિધાલયના આચાર્ય ધનશ્યામભાઈ અઘારા તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા. આ માટે શિક્ષકો દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો