Placeholder canvas

રાજકોટ: બંધ ઓટો રીક્ષાને પાછળથી પુરપાટ ઝડપે આવેલ ટ્રકે ફંગોળી! સીકયુરીટીમેનનું મોત

રાજકોટ આજે વ્હેલી સવારે રોણકી ચાર રસ્તા પાસે બંધ ઓટો રીક્ષાને માતેલા સાંઢની માદક આવેલા ટ્રકે ફંગોળતાં સીકયુરીટી મેનનું કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર, માઉન્ટેડ પોલીસ કવાર્ટરની પાછળ વિવેકાનંદ નગર 53 કવાર્ટરમાં રહેતાં સલીમશાહ હુસેનશાહ શાહમદાર (ઉ.વ.55) જામનગર રોડ પર આવેલ કર્મા બંગલો સાઈટપર સીકયુરીટી મેન તરીકે નોકરી કરતાં હતાં.

જયાં તેમની નાઈટ ડ્યુટી કરી આજે વ્હેલી સવારે 6 વાગ્યાની આસપાસ પોતાની રીક્ષા લઈ ઘરે આવતા હતાં.ત્યારે તેઓ રોણકી ચાર રસ્તા પાસે મારૂતિ શોરૂમની બાજુમાં રીક્ષા બંધ કરી બેઠા હતાં.ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી રીક્ષાને હડફેટે લેતાં રીક્ષા ફંગોળાઈ હતી.જેમાં સવાર સલીમશાહને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સીવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં.પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નિપજયું હતું. બનાવના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતાં.

આ બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં મૃતક સલીમશાહ છ ભાઈ બહેનમાં નાના અને તેને સંતાનમાં એક પુત્ર પુત્રી છે. તેમજ તેમનો પુત્ર દિવ્યાંગ છે. આ બનાવથી પરીવાર આભ તુટી પડયું છે.

આ સમાચારને શેર કરો