Placeholder canvas

પ્રભાત સમાચાર: આજે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન : 70 IPSની બદલી અને બઢતી : તથ્યના પિતાની જામીન અરજી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.ગઈકાલે રાજકોટમાં હીરાસર એરપોર્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યુ.સાથે જ રેસકોર્સ મેદાનમાં જાહેરસભા સંબોધી.બાદમાં કેકેવી ચોક પર ફ્લાયઓવરબ્રિજ સહિત 2033 કરોડના કામોનું લોકાર્પણ કર્યું.

રાજ્યમાં 70 IPSની બદલી અને બઢતી કરવામાં આવી

રાજ્યમાં 70 IPSની બદલી અને બઢતી કરવામાં આવી.ગુરુવારે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી. અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત રેન્જ આઈજી અભય ચુડાસમાને કરાઈ એકેડેમીની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડરમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યાં છે.

તથ્યના પિતાની જામીન અરજી પર સુનાવણી

ઇસ્કોન બ્રિજ અક્માતના સાત જ દિવસમાં પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 1684 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ અને પુરાવાઓને જોતાં હવે તથ્યનું છટકવું મુશ્કેલ છે.બીજી તરફ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જામીન માટે અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્યકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલે જામીન અરજી દાખલ કરી છે જે મામલે આજે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. હત્યારા તથ્ય સાથે તેના પિતાને પણ જેલહવાલે કરાયા હતા તેમજ તથ્યએ જામીન ન માગ્યા પણ પિતાનો જેલમાંથી છૂટવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જામીન માટે કરેલી અરજી પર કોર્ટે શું ફેંસલો લે છે તે મહત્વનું છે.

આ સમાચારને શેર કરો