પરીક્ષા રદ નહી થાય ત્યા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલુ રહેશે: ઉમેદવારોનો આક્રોશ


બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારોનો આક્રોશ વધી ગયો છે. ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહી થાય અને બે દિવસમાં એક્શન લેવાનું જણાવ્યુ છે. જોકે, બીજી તરફ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જ્યાર સુધી પરીક્ષા રદ નહી થાય ત્યાર સુધી ગાંધીનગર છોડવામાં નહી આવે.


સરકારે કાર્યવાહીની બાંહેધરી આપી હોવા છતા પરીક્ષાર્થી માનવા માટે તૈયાર નથી. પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે કે, 10થી 15 લાખમાં સેટિંગ થયુ છે. સરકારે આજે જ નિર્ણય આપવો પડશે.ખેડૂતો રસ્તા પર છે ખેડૂતોના પુત્રો પણ રસ્તા પર છે. અમે અહી ભૂખ હડતાળ કરીશું. સરકારને અમારી કઇ પડી નથી. અમે અમારો હક લઇને જ રહીશું. પરીક્ષાર્થીઓ આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા છે અને ગાંધીનગરમાંથી જવા માાટે તૈયાર નથી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે રાજ્ય સરકારને કઇ ખબર પડતી નથી તે અભણ છે.



