Placeholder canvas

અબડાસા તાલુકામાં પશુઓમાં ભયાનક રોગ: 1962ની એમ્બ્યુલન્સ પાસે દવાનો જથ્થો નથી!

અબડાસા તાલુકામાં પશુમાં ભયાનક રોગ આવતા માલધારીઓ પરેશાન હાલ છે, સરકારી પશુ દવાખાના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા પાસે દવાઓ હાજર સ્ટોકમાં નથી બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પશુ સારવાર માટે 1962 નંબરની એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે, તેમાં પણ ડોક્ટર સેવા આપી રહ્યા છે પણ આવીને હાલ હવાલ પુછપરછ કરી ને ચાલ્યા જાય છે.

એ ડોક્ટરને પણ માલધારીઓ આજજી કરે કે દવા તો આપો તો તેઓ પણ એકજ વાત કરે છે કે અમારા પાસે દવાઓનો સ્ટોક નથી…!! અબડાસા માલધારી અગ્રણી ગફુરભાઈ હિંગોરા ખીરસરા (વિં) વાળાએ જણાવ્યું હતું કે હું બાપ દાદે ખાનદાની માલધારી છું, મારા પાસે ગાયો ભેંસો અને બકરીઓ સહિત માલ છે જ્યારે જ્યારે કોઈ પણ વાયરલ બિમારી આવે છે ત્યારે ન તો સરકારી ડોક્ટર કે એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા કોઈ પણ બિમારી રોકવાની દવાઈઓ ઉપલબ્ધ રહેતી નથી જેથી સારવાર શકય બનતી નથી.

હાલ માં મોટા જાનવરોમાં ગાય ભેંસમાં બ્લેકફંગર્સ જેવી ભયાનક બિમારી દેખાઈ રહી છે તેનાથી માલધારીઓ પરેશાન હાલ છે જો એ બહાર બાજુ થાય તો તેના શરીર પર મોટા મોટા ફોળીઓ થાય છે અને તેમાંથી રોગ નિકળે છે અને જો અંદર ના ભાગમાં ફેફસાં કે આંતરળા પર થાય તો તે પશુ 72 કલાક ની અંદર મરણ પામે છે.

તેમના દ્વારા વધુ માં જણાવવામાં આવ્યું હતું સતા પક્ષ એક તરફ ગૌ વંશ ને રાષ્ટ્રીય જાનવર માં સમાવેશ કરવા ની વાતો સાંભળવા મળે છે અને બીજી તરફ આવી ભયાનક બિમારી થી મારી એક ગાય છેલ્લા બે મહિનાથી જીંદગી સામે જંગ લડી રહી છે. માટે વહીવટી તંત્ર ને અમો માલધારીઓ આજજી પુર્વક વિનંતી કરીએ છીએ કે સરકારી દવાખાના અને 1962 ની એમ્બ્યુલન્સ માં દવાઈ નું જથો ઉપલબ્ધ કરાવે નહીંતર અમો માલધારીઓ જરૂરત પડે ગાંધી ચિંધ્યા માર્ગે જવામાં પણ અચકાવશું નહીં તેવી ચીમકી માલધારી આગેવાન ગફુરહિંગોરા દ્વારા આપવામાં આવી છે.

ગફુરભાઈ હિંગોરા, ખીરસરા વિં. અબડાસા કચ્છ. મોબાઈલ નંબર. 9978161921/9979798457

આ સમાચારને શેર કરો