Placeholder canvas

વાંકાનેર: પીપળીયા રાજ ગ્રામપંચાયતનું વર્ષ 2022-23નું બજેટ નામંજૂર

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગ્રામ પંચાયત ખાતે આજે બજેટની મીટીંગ મળી હતી જેમાં કુલ ૧૦ સભ્યો અને 1 સરપંચ સહીત કુલ 11 વ્યક્તિઓએ આ મિટિંગમાં હાજરી આપી હતી.

આ મિટિંગમાં પીપળીયા રાજ ગ્રામપંચાયતનું વર્ષ 2022-23 નું બજેટ અધ્યક્ષસ્થાનેથી રજૂ કરતા તેમાં હાથ ઊંચા કરીને મતદાન કરવામાં આવ્યું હતું જેમાં બજેટની તરફેણમાં સરપંચ અને ચાર સભ્યો એમ કુલ પાંચ વ્યક્તિએ હાથ ઊંચા કર્યા હતા જ્યારે બજેટની વિરોધમાં ફુલ છ સભ્યોએ હાથ ઊંચા કર્યા હતા આમ પાંચ વિરૂધ્ધ છ થી બજેટ નામંજુર થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પીપળીયારાજમા સરપંચ પાસે બહુમતી સભ્યો નથી આ પૂર્વે સરપંચમાં મહેબૂબભાઈ પોતે અને તેમના પત્ની સરપંચ પદે રહ્યા છે તેમને પણ સભ્યમાં બહુમતી મળી નહોતી આમ છતાં વિરોધ પક્ષોના ટેકાથી બન્નેની ટર્મ પૂર્ણ થઈ હતી પરંતુ આ વખતે વિરોધ પક્ષનો સરપંચ મહેબુબભાઇ કડીવારને સહકાર મળતો નથી જેના કારણે બજેટ નામંજુર થયું છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે બજેટ માટેની મીટીંગ ૩૧ માર્ચ સુધીમાં બોલાવવાની હોય છે અને વધુમાં વધુ ત્રણ વખત મીટીંગ બોલાવી શકાય છે. હજુ પણ પીપળીયારાજના સરપંચ મહેબુબભાઇ કડીવાર પાસે 31 માર્ચ સુધી ના સમયમાં બે વખત મિટીંગ બોલાવવાનો મોકો છે. આ સમયગાળા દરમિયાન જો બજેટ નામંજૂર થાય તો ગ્રામ પંચાયત સુપરસીટ થાય છે અને સરપંચ સહિત તમામ સભ્યો સસ્પેન્ડ થાય છે. તેથી ગ્રામ પંચાયતની બાકી રહેલી મુદત માટે ફરીથી ચૂંટણી કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો