Placeholder canvas

ટંકારા: લતિપર હાઇવે પર કાર અકસ્માતમા ઓટાળાના આશાસ્પદ યુવાનનુ મોત

ટંકારા: લતિપર હાઇવે પર કાર વણાક ઉપરના વુર્ક્ષ સાથે ધડાકાભેર અથડાતા ઓટાળા ગામના પટેલ પરિવારના ૨૯ વર્ષય આશાસ્પદ યુવાનનુ ધટના સ્થળે મોત આઠ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી હોય ગામ આખુ હિબકે ચડયું

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ ઉ વ આશરે ૨૯ ગઈ રાત્રે ધરે ઓટાળા પરત જતા હતા એ વખતે ટંકારા થી લતીપર રોડ ઉપર પ્રભુ ચરણ આશ્રમ પહેલાંની ગોળાઈ મા સ્ટેરીગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નંબર જીજે ૦૭-એજી-૭૬૬૪ ધડાકા ભેર રોડની સાઈડમાં રહેલ ધટાટોપ વુર્ક્ષ સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચાલક હાર્દિક દૈસાઈ નુ ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

જુવાનજોધ પુત્રોના મોતના વાવળ સાંભળી પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું તો આઠ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોય ઓટાળા ગામ હિબકે ચડયું હતું.

આ સમાચારને શેર કરો