Placeholder canvas

કાલથી શુક્રવાર સુધી વાતાવરણ અસ્થિર-ઝાપટા પડશે: શનિવારથી તાપમાન ઉંચકાશે…

સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતનો અસ્થિર વાતાવરણમાંથી છુટકારો થતો ન હોય તેમ ત્રણ દિવસે વાતાવરણમાં અસ્થિરતા રહેવા સાથે એકાદ-બે દિવવ છુટાછવાયા ઝાપટા વરસવાની અને ત્યારબાદ મહતમ તાપમાન ઉંચકાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાનને લાગુ અરબી સમુદ્રમાં 5.8 કિલોમીટરની ઉંચાઈએ અપર એર સાયકલોનીક સરકર્યુલેશન સર્જાયુ છે.

આ ઉપરાંત 15મી એપ્રિલે વધુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચીમી હિમાલયના ક્ષેત્રમા પહોંચવાની સંભાવના છે. પ્રવર્તમાન તાપમાન પર નજર કરવામાં આવે તો મહતમ ઉષ્ણતામાન નોર્મલ કે તેનાથી એકાદ-બે ડીગ્રી ઉંચુ રહ્યું છે. તા.11 થી 13 એપ્રિલ સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આ સમયગાળામાં તાપમાન નોર્મલ કે ઉંચુ જ રહેવાની સંભાવના છે.

આવતીકાલ તા.12 થી 14 દરમ્યાન આકાશમાં વાદળો દેખાવા સાથે વાતાવરણ અસ્થિર રહે તેમ છે.એટલુ જ નહિં તા.12 થી 14નાં એકાદ-બે દિવસ દરમ્યાન અમુક સેન્ટરોમાં વરસાદ થવાની સંભાવના છે. તા.15 થી 17 દરમ્યાન આકાશ વાતાવરણ સ્વચ્છ રહેશે. અને તાપમાન પણ વધશે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અમુક ગરમ સેન્ટરોમાં મહતમ તાપમાન 42 ડીગ્રીને પણ વટાવી જવાની શકયતા છે.

આ સમાચારને શેર કરો