skip to content

મોરબી: સરાકરી શાળાના શિક્ષકને લાફા મારનારા શિક્ષકને ડીપીઇઓએ કર્યા બરતરફ 

મોરબી શહેરની જ્ઞાનપથ વિદ્યાલયમાં પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ પોતે સ્કવોર્ડમાંથી આવતા હોવાનું કહીને શાળામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તેને સ્થળના સુપરવાઈઝર અને સરકારી શાળાના શિક્ષક દ્વારા રોકવામાં આવ્યા હતા જેથી તેને સારું નહી લગતા શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ સરકારી શાળાના શિક્ષકને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં ડીપીઇઓ તપાસના અંતે આજે શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદાર તેમજ સરાકરી શાળાના શિક્ષકને ડીપીઇઓ દ્વારા બરતરફ કરવાનો આદેશ કરાયો છે.

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા અને પંચાસર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રહલાદસિંહ અનોપસિંહ જાડેજા થોડો સમય પહેલા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષા હતી તેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાછળ આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં સુપરવાઈઝર તરીકેની ફરજ ઉપર હતા.

ત્યારે એક વ્યક્તિ શાળામાં આવ્યો હતો જેથી તેને કહેલ કે અંદર પરીક્ષા ચાલુ છે અને કોઇને અંદર પ્રવેશ કરવાનો નથી તેમ કહેતા આ ભાઇએ કહ્યું હતું કે, હું સ્કોડમાંથી આવવું છુ જેથી તેની પાસે આઇકાર્ડ માંગ્યું હતું જો કે, આ ભાઈએ પછી પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે મારું નામ રોહિત આદ્રોજા છે મારી પાસે આવું આઇકાર્ડ માંગવાનું ન હોય જો કે તેને શાળામાં પ્રવેશ કરતા રોક્યા હતા જેથી રોહિતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલીને સુપરવાઈઝરને મારમારવા લાગ્યા હતા અને શાળામાંથી જતા જતા સુપરવાઈઝરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જેથી તે સમયે ડીપીઇઓ મયુરભાઇ પારેખ દ્વારા રોહિતભાઇ આદ્રોજા કે જે મોરબી શહેરના ઇન્દીરાનગરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેની ખાતાકીય તપાસ ચાલી રહી હતી તેવામાં આજે ડીપીઇઓ દ્વારા મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને સરકારી શિક્ષક રોહિતભાઇ કે. આદ્રોજાને ફરજ પરથી બરતરફ કરવાનો આદેશ કર્યો છે જેથી મોરબી જીલ્લાના શિક્ષણજગતમાં ચકચાર મચી ગયેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો