મોરબી: કોરોનાનો રિપોર્ટ આવે તે પૂર્વે રાજકોટમાં મોરબીના યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં કોરોનોનો રિપોર્ટ આવે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા પરેશ જોગેન્દ્રભાઈ ડેડા ઉ.વ 22 નામના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા.અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો ત્યારે ગતરાત્રે આ યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ યુવાનની રાજકોટની ફાયર બ્રિગ્રેડની ટીમે અંતિમવિધિ કરી હતી.આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી ડો.વારેવડીયાએ જણાવ્યું હતું કે ,આ યુવાનના સેમ્પલ પ્રાઇવેટ લેબોરેટરી મોકલાયા છે અને હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી.રિપોર્ટ આવ્યા બાદમાં યુવાનના મોત અંગે સાચું કારણ જાણવા મળશે.