મોરબી જિલ્લામાં કોરોનાના દરેક મુદે વાંકાનેર મોખરે…
આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભારતમાં મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં અમદાવાદ સુરત વગેરે શહેરોમાં દિવસે દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે.
લોકડાઉન પૂરા થયા અને અનલોક શરૂ થયા બાદ એકથી બીજા શહેરમાં લોકોની અવર જવર વધતા કોરોના ફેલાવા લાગ્યો છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ અનલોક 1માં કેસનું પ્રમાણ વધ્યું છે. તેમનું મુખ્ય કારણ અન્ય શહેરમાંથી મોરબી જિલ્લામાં આવું અને મોરબી જિલ્લામાંથી અન્ય શહેરમાં જવાનું છે.
મોરબી જિલ્લામાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 11 કેસ વાંકાનેર તાલુકામાં છે. આમ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ કેસ ના 46 ટકા કેસો વાંકાનેર તાલુકાના છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાએ નંબર વન સ્થાન મેળવ્યું છે.
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ 24 કેસમાંથી 12 કેસ એક્ટિવ છે મતલબ કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે વાંકાનેર તાલુકામાં કુલ ૧૧ કેસમાંથી 7 કેસ એક્ટિવ છે મતલબ કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોરબી જિલ્લાના કુલ એક્ટિવ કેસમાં 58 ટકા એક્ટિવ કેસ વાંકાનેરના છે. અહીં પણ એકટીવ કેસમાં સમગ્ર મોરબી જિલ્લામાં વાંકાનેરનું સ્થાન નંબર વન છે.
મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસમાંથી ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકાના ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ કેસમાં વાંકાનેરના 4 દર્દી સાથે 36 ટકા કેસ ડિસ્ચાર્જ થયા છે. સૌથી વધુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વાંકાનેરની છે તે એક સારી બાબત છે. જ્યારે સમગ્ર જિલ્લામાં મોરબીના એકમાત્ર કોરોના દર્દીનું મૃત્યુ થયેલ છે. વાંકાનેર સહિત અન્ય તાલુકાઓમાં કોરોના પોઝિટિવ એક પણ દર્દીનું મૃત્યુ થયેલ નથી એ ખુબ સારી બાબત છે.
અનલોક 1 નો આજે છેલ્લો દિવસ છે જ્યારથી અનલોક થયું છે ત્યારથી વાંકાનેર પોલીસ ઓછી સક્રિય દેખાય છે અને લોકો બિન્દાસ પણે બેફિકર થઈને વાંકાનેર શહેરમાં ફરી રહ્યા છે. શહેરમાં રોડ ઉપર નજર કરતાં માંડ ૨૫ થી ૩૦ ટકા લોકો જ માસ પહેરેલા જોવા મળે છે. જોકે છેલ્લા દસ દિવસમાં કોરોના પોઝિટિવના 10 કેસ આવતા થોડી પોલીસ સક્રિય થઈ છે. હજુ આ પોલીસની સક્રિયતા પૂરતી નથી રાત્રે કર્ફ્યુ જેવું લાગતું નથી અને હજુ પણ 50 ટકાથી વધુ લોકો માસ્ક પહેર્યા વગર શહેરમાં બિન્દાસ રીતે ફરી રહ્યા છે.
વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતા અટકાવવા માટે તંત્ર પૂરી રીતે હરકતમાં આવવું પડશે અને માત્ર આ તંત્ર જ બધું કરી શકશે નહીં લોકોને પણ સંપૂર્ણ સહયોગ આપવો પડશે તો જ વાંકાનેરમાં કોરોનાના વધુ કેસો આવતા અટકાવી શકીએ અને હોત્સ્પોટ બનતુ અટકાવી શકાય આ માટે તમામ લોકોએ તંત્રને સહયોગ આપવો જોઈએ અને એ જ વાંકાનેરના હિતમાં છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…