Placeholder canvas

વાંકાનેર: મહિકા ગામે કારે રોડક્રોસ કરતી વેળાએ બાળકીને અડફેટે લીધી

વાંકાનેર : મહીકા ગામે પુરપાટ વેગે આવતી કારના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ ૯ વર્ષની બાળકીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

વાંકાનેરના નવા મહિકા ગામ નજીક રહેતા ફરિયાદી રાજેશભાઈ કાળુભાઈ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની ૯ વર્ષીય પુત્રી આનંદી સાથે મહિકા ગામના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે રોડ પર પહોંચતા આરોપી કાર GJ-01-KG-0429ના ચાલકે પુરપાટ વેગે કાર હંકારીને રોડ ક્રોસ કરતી વેળાએ તેમની દીકરી આનંદીને અડફેટ લીધી હતી. જેથી આનંદીને માથાના તથા છાતીના ભાગે અને બંને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો