ટંકારાનો ડોન બાબુ ડોન આખરે પાસામાં જેલ હવાલે
ટંકારા : ટંકારાનો માથાભારે અને કુખ્યાત બાબુ ડોન આખરે પાસા તળે જેલ હવાલે એલ.સી.બી.એ ટંકારાના માથાભારે ઇસમને જિલ્લા મેજિસ્ટ્રીટ દ્વારા ઇસ્યુ થયેલા વોરંટની બજવણી કરતા પાસા હેઠળ જેલ હવાલે કરાયો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.માંકડીયા દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરતા એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી.જાડેજાએ ટંકારામાં માથાભારે ઇસમની છાપ ધરાવતા અને ઘણી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા બાબુ ઉર્ફે બાબુ ડોન હીરાભાઈ ઝાપડા, રહે. જબલપુર, તા. ટંકારાને પાસા કાયદા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે. બાબુ ડોન તરીકે કુખ્યાત શખ્સ ધાક ધમકી, ખંડણી, બ્લેકમેલિંગ કરી પૈસા પડાવવા જેવા તેમજ તેના સામે કરેલી ફરિયાદના ફરિયાદીને મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતના ગુન્હા માટે વારંવાર પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો.