મોરબી જીલ્લામાં જુગારની મોસમ પુર બહાર: ૯ રેડ, ૬૩ જુગારી, ૩.૭૧ લાખનો મુદામાલ પકડાયો

મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા જુગારની કુલ નવ રેડ કરવામાં આવી હતી જેમાં જુગાર રમતા કુલ ૬૩ જુગારીઓ ૩.૭૬.૧૦૦ના મુદામાલ સાથે ઝડપાયા હતા

નાની વાવડી ગામે આવલ બજરંગ સોસાયટીમાં મહાદેવભાઈ નાગજીભાઈ પડ્સુબીયાના મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ઉપરાંત અમુતલાલ કાનજીભાઈ પડ્સુબીયા, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી, દિલીપભાઈ વાલજીભાઈ પડ્સુબીયા અને માવજીભાઈ છગનભાઈ પડ્સુબીયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૮૫૩૪૦ની રોકડ કબજે કરી હતી તો ઘૂટું ગામન ખરી વિસ્તારમાં રહેતા જીવાભાઈ જાદવનામકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ઉપરાંત શિરીષભાઈ નંદાણી, શૈલેશભાઈ પરમાર, હિતેશભાઈ રાઠોડ, પવનકુમાર અવધિયા, નેજાભાઈ વાણીયા અશોકભાઈ જારીયા અને નવીનચંદ્ર દોશી જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૬૫૫૦૦ની રોકડ કબજે કરી હતી.

મોરબી શહેરના લાયન્સનગરમાં જુગારની રેડ કરી હતી જેમાં મનોજભાઈ પરમાર, તુલસીભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા અને હરીભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યાહ એટ જેથી ૨૧૨૩૦ ની રોકડ કબજે કરવામાં આવી હતી તેવી જ રીતે એ-ડીવીજન પોલીસે ૨૫ વારિયામાં રહેતા રાજુભાઈ કાંગસિયાના મકાનમાં પણ જુગારનીરેડ કરી હતી ત્યારે ઘરધણી ઉપરાંત બાબુભાઈ મકવાણા, પ્યારુભાઈ પરમાર, અજયભાઈ ગોહિલ, પ્રકાશભાઈ ચારોલા, દિનેશભાઈ રાઠોડ, મેરાભાઇ મુંધવા, બીપીનસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને ભરતભાઈ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૧.૦૬.૨૦૦ની રોકડ કબજે કરી હતી

ટંકારા પોલીસ દ્વારા ઉમિયાનગરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘનશ્યામભાઈ ભાડજા. હસુભાઈ ભાડજા, શૈલેશભાઈ ભાડજા અને દિલીપભાઈ ભાડજા શેરીમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૬૦૦ની રોકડ સાથે તમામની ધરપકડ કરી હતી તે ઉપરાંત પટેલ સોસાયટીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે મનીષભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી ચેતનભાઈ કોઠીયા, અનિલભાઈ કાનાણી બળદેવભાઈ સંતોકી, પ્રકાશભાઈ બોડા અને રાજેશભાઈ બારૈયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૨૧૮૦ની રોકડ કબજે કરી હતી.

વાંકાનેર શહેરના કુંભારપરામાં જુગારની રેડ કરી હતી ત્યારે જીતેન્દ્ર સારદીયા, સંજય તાવીયા, પરવેજ કુરેશી, મહેશ ઉઘરેજા, નીલેશ જેસાણી અને રાજુભાઈ મેર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૩૯૬૦ની રોકડ કબજે કરી હતી

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં વિપુલભાઈ મકવાણા, દીનેશભાઈ દેગામા, સુનીલભાઈ દુદાણા, ભરતભાઈ ચરમારી, જયંતીભાઈ ચરમારી, કાન્તીભાઈ દુદાણા, સાગરભાઈ મોરવાડિયા તેમજ ચંદુભાઈ દેગામા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૬૯૫૦ની રોકડ કબજે કરી હતી તે ઉપરાંત રણમલપુર ગામે જુગારની રેડ કરી હતી જેમાં હર્ષદભાઈ રાઠોડ, નગીનભાઈ રાઠોડ, મનોજભાઈ મકવાણા, રમેશભાઈ ચોહાણ, તારાચંદભાઈ વરમોરા, વિજયભાઈ રાઠોડ અને કમલેશભાઈ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૧૮૦૦ની રોકડ કબજે કરી હતી તેવી જ રીતે ભવાનીનાગરમાં પણ જુગારની રેડ કરી હતી ત્યારે હરેશ્પારી હોસ્વમી, શંકરભાઈ ગોસ્વામી, રામજીભાઈ અજાણી, રાજુભાઈ અજાણી અને સુરેશભાઈ સુરેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૩૫૦ની રોકડ કબજે કરી હતી.

🎯🎯🎯🙏🙏⚽️⚽️⚽️

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો