Placeholder canvas

ટંકારા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદે નિર્મળાબેન ચાવડા વિજેતા

સભ્ય તરીકે ચિઠ્ઠી નાખીને જીતેલા અપક્ષ ઉમેદવાર નિર્મળાબેનને તેમના હરીફ ઉમેદવાર રશિકભાઈ દુબરીયા કરતા એક મત વધુ મળતા બન્યા ઉપસરપંચ.

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉપસરપંચ પદે અપક્ષ મહિલા ઉમેદવાર નિર્મળાબેન ચાવડા વિજેતા જાહેર થયા હતા જ્યારે હરીફ ઉમેદવાર તરીકે રસિકભાઈ દુબરીયા માત્ર એક મતે હાર્યા હતા.

ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી ઉપ સરપંચ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું અને ટંકારા ગામ પંચાયતના ઉપ સરપંચ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૪ સભ્યોમાથી સાત મત રસિકભાઈ દુબરીયાને મળ્યા અને સરપંચ સહિત સાત સભ્યો એમ આઠ મત નિર્મળાબેન ચાવડાને મળ્યા હતા. જેમાં સભ્ય તરીકે ચિઠ્ઠી નાખીને જીતેલા આ અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન ચાવડા ઉપસરપંચ બન્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટંકારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદ માટે મતદાન થયું હતું. ચૂંટણીમાં રસાકસી જોતા અત્રેના દયાનંદ સરસ્વતી ચોક ખાતે મોટી સંખ્યામાં નગરજનો ઉમટયા હતા.

આ સમાચારને શેર કરો