ટંકારા: પોલીસે ગુમ થયેલ બાળકને ગણતરીની મિટિંગમા શોધી માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો.
By Jayesh Bhatasana (Tankara)
ટંકારા: ચાર થી પાંચ અજાણી મહીલા બાળકીને ઉઠાવી ગયાનો શોસયલ મિડીયા પર મેસેજ આવ્યોને પોલીસે ફોન કે ફરીયાદની રાહ જોવા પણ ન રોકાઈ સાંજથી લાપતા બાળકીને પોલીસે મિનીટોમા શોધી શ્રમિક પરીવારને સોપી હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના થાણા અધિકારી એલ બી બગડાને લજાઈ ગામે અજાણી ચાર થી પાંચ મહીલા બાળકીને ઉપાડી ગયાના સોસપલ મિડીયા દ્વારા જાણ થતાં જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કોઈ ફોન કે ફરીયાદની રાહ જોયા વગર. પંતગ ઉત્સવ પડતો મુકી બિટ જમાદાર પ્રફુલ્લભાઈ પરમાર. ભાવેશ વરમોરા. બિપીન પેટેલ. ધટના સ્થળે પહોંચ્યા હતા જયા તપાસ કરતા લજાઈ ગામના છેવાડાના વિસ્તારમાં શ્રમજીવી પરિવાર કાલિચરણ ઓમપ્રકાશ નીસાદ રહે છે જેનુ દોઢ વર્ષનુ બાળક ગત તારીખ 14 /1/20 ના સાંજે ધરની બહાર રમતા રમતા નિકળી ગયુ હોય એજ ટાકણે ખેતીની મજુરી કરવા આવેલા કમલીબેન લજાઈ ખરીદી અર્થે ગામે આવ્યા હતાને ખેતરે જતા હતા ત્યારે માસુમના રડવાનો અવાજ સાંભળીને બાળકને તેડી વાલી વારસાની ઓળખ મેળવવા મથામણ કરી હતી. પરંતુ કોઈ વાલી ન મળતાં ઢળતી સાંજે ગામની નજીક વાડીએ બાળકને લઈ ગયા હતા અને માતા પિતાને શોધવા કમલીબેને તેના પતીને વાડી માલિકને જાણ કરી હતી.
બિજી તરફ આ ધટના બાદ દોઢ વર્ષનો માસુમ બાળક ધરે ન મળતાં માતા પિતા દોડધામ કરી ગામમા પુછપરછ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં ગામના યુવાનો એ શોસયલ મિડીયા મા બાળકીને અજાણ્યા ચાર થી પાંચ મહીલા લઈ ગયા છે તેવી ટુક વિગત સાથે ફોટો શેર કરતા ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી ગણતરીની મિનિટોમાં ગુમ માસુમ બાળકને શોધીને માતા પિતા સાથે મિલાપ કરાવ્યો હતો હતો.