skip to content

ટંકારાના ધારાસભ્ય સવારે 6 વાગ્યામાં નેકનામ,મીતાણા, કેમ પહોંચ્યા ?

શિયાળાની વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ઠંડી સાથે ગાઢ ધુમ્મસની ચાદર વાળા વાતાવરણ ની વચ્ચે ટંકારાના ધારાસભ્યશ્રી દુલભજી દેથરીયા સેલ્ફ ડ્રાઇવિંગ કરીને નેકનામ, મીતાણા, હરિપર અને હરબટિયાળી ના વિદ્યાર્થીઓ કે જેઓ મોરબી અભ્યાસ માટે આવતા હોય તેને બસની અનિયમિતતાની ફરીયાદ કરતા આજે વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ધારાસભ્યશ્રી ખુદ સ્થળ પર નેકનામ ગામે પહોચ્યા હતા.

આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ જાણીને સ્થળ પરથી અધિકારી સાથે વાત કરીને બસ નિયમિત તથા સમયસર ચલાવાની સૂચના આપી હતી.
વહેલી સવારમાં ધારાસભ્યશ્રી ખુદ વિદ્યાર્થી વચ્ચે આવતા વિદ્યાર્થીઓમાં પણ કુતુહુલ સર્જાયું અને આનંદની લાગણી પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ ધ્યાને લઈને ગોરખીજડીયા પણ પહોચ્યા હતા.

આ સમાચારને શેર કરો